Facilities & Activitiesસુવિધાઓ અને પ્રવૃત્તિઓ

Everything a child needs to grow: good food, good teachers, good health, and plenty of joy.બાળકના વિકાસ માટે જરૂરી બધું: સારું ભોજન, સારા શિક્ષકો, સારું આરોગ્ય અને ભરપૂર આનંદ.

Educationશિક્ષણ

We work to raise children's standard of living by improving their education. Learned teachers give intellectual, physical, mental and spiritual education, and eight tuition teachers give special guidance to students who find their studies difficult.બાળકોનું શિક્ષણ સુધારીને તેમનું જીવનધોરણ ઊંચું લાવવાના પ્રયાસો થાય છે. વિદ્વાન શિક્ષકો બૌદ્ધિક, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શિક્ષણ આપે છે, અને અભ્યાસમાં મુશ્કેલી અનુભવતા વિદ્યાર્થીઓને આઠ ટ્યુશન શિક્ષકો વિશેષ માર્ગદર્શન આપે છે.

Mealsભોજન

Children study best when they are healthy. A dedicated Maharaj cooks pure, fresh food, with snacks and new nutritious dishes at both morning and evening meals. A canteen is also open during school recess.સ્વસ્થ બાળક જ શ્રેષ્ઠ રીતે ભણી શકે. ખાસ મહારાજ શુદ્ધ અને તાજું ભોજન બનાવે છે, જેમાં સવાર-સાંજ બંને ભોજનમાં નાસ્તો અને નવી પૌષ્ટિક વાનગીઓ હોય છે. શાળાની રિસેસમાં કેન્ટીન પણ ચાલુ હોય છે.

Healthઆરોગ્ય

Yoga and exercise keep the children fit. Every student has a medical check-up, specialist camps are held with renowned doctors, and treatment is provided for serious illness.યોગ અને વ્યાયામથી બાળકો તંદુરસ્ત રહે છે. દરેક વિદ્યાર્થીની તબીબી તપાસ થાય છે, નામાંકિત ડૉક્ટરો સાથે વિશેષ તબીબી કેમ્પ યોજાય છે અને ગંભીર બીમારીમાં સારવાર આપવામાં આવે છે.

Sportરમતગમત

Indoor and outdoor competitions in cricket, badminton, football, carrom and chess, with prizes for the winners.ક્રિકેટ, બેડમિન્ટન, ફૂટબોલ, કેરમ અને ચેસની ઇન્ડોર અને આઉટડોર સ્પર્ધાઓ, વિજેતાઓને ઇનામ સાથે.

Libraryપુસ્તકાલય

The library plays a real part in building character. Children are encouraged to read newspapers and English and Gujarati books by well-known authors.ચારિત્ર્ય ઘડતરમાં પુસ્તકાલયની મહત્ત્વની ભૂમિકા છે. બાળકોને વર્તમાનપત્રો અને નામાંકિત લેખકોનાં અંગ્રેજી તથા ગુજરાતી પુસ્તકો વાંચવા પ્રોત્સાહિત કરાય છે.

Arts & skillsકલા અને કૌશલ્ય

Elocution, music, dance, drama and talent contests, with expert training to bring out each child's hidden talents.વક્તૃત્વ, સંગીત, નૃત્ય, નાટક અને પ્રતિભા સ્પર્ધાઓ, તથા દરેક બાળકની છુપી કલાને નિખારવા નિષ્ણાતોની તાલીમ.

Outings & funપ્રવાસ અને મનોરંજન

Water-park picnics, educational field trips and Mumbai Darshan. Films and cricket matches on the big screen in the prayer hall. On the last Saturday of each month, every child born that month celebrates their birthday together, with gifts.વોટર પાર્કમાં પિકનિક, શૈક્ષણિક પ્રવાસો અને મુંબઈ દર્શન. પ્રાર્થના ખંડમાં મોટા પડદા પર ફિલ્મો અને ક્રિકેટ મેચ. દર મહિનાના છેલ્લા શનિવારે તે મહિનામાં જન્મેલાં બધાં બાળકોનો જન્મદિવસ ભેટ સાથે સમૂહમાં ઉજવાય છે.

Festivalsતહેવારો

Independence Day, Republic Day and Gandhi Jayanti, along with Ganesh Chaturthi, Janmashtami, Raksha Bandhan, Pateti and Navratri, deepen the children's social and religious understanding.સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન અને ગાંધી જયંતી સાથે ગણેશ ચતુર્થી, જન્માષ્ટમી, રક્ષાબંધન, પતેતી અને નવરાત્રિની ઉજવણી બાળકોનું સામાજિક અને ધાર્મિક જ્ઞાન વધારે છે.