“રંગીલો રાસ”

નવરાત્રિ, ત્રીજી આવૃત્તિ જમનાબાઈ નરસી સ્કૂલ મેદાન, જુહુ સાંસ્કૃતિક સમિતિ

ફોટો: જુહુમાં રંગીલો રાસ

સતત ત્રીજી વખત સાંસ્કૃતિક સમિતિએ જુહુના પ્રખ્યાત જમનાબાઈ નરસી સ્કૂલના મેદાન પર ભવ્ય રાસ ગરબા “રંગીલો રાસ”નું આયોજન કરી મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં ઇતિહાસ રચ્યો. માનવમહેરામણ ઉમટ્યો અને આશરે ૪૦૦ પાસનો પૂરેપૂરો ઉપયોગ થયો.

કાર્યક્રમનો પ્રારંભ ભગવાન શ્રીનાથજી અને જલારામ બાપા સમક્ષ દીપ પ્રાગટ્યથી થયો.

ઉપસ્થિતિ

મહાજન તરફથી પ્રમુખ શ્રી પિયુષભાઈ ગંથા, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. સુરેશભાઈ પોપટ, જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ચોટાઈ, ટ્રસ્ટીઓ શ્રી વિનોદભાઈ શિંગાળા, શ્રી રાકેશભાઈ કાનાબાર, શ્રી ભૂપેન્દ્રભાઈ અડક્કર અને શ્રીમતી પ્રજ્ઞાબેન મોરઝરિયા તથા કારોબારી સભ્યો શ્રીમતી પ્રવીણાબેન ઠક્કર, શ્રી ભરતભાઈ જુમખિયા, શ્રીમતી રંજનબેન કાપડિયા, શ્રીમતી ચંદ્રિકાબેન ચોટાઈ, શ્રીમતી કુસુમબેન ઉનડકટ અને શ્રીમતી નેસ્તાબેન ઠક્કર ઉપસ્થિત રહ્યાં.

ટ્રસ્ટી શ્રીમતી મીનાબેન ઠક્કર અને મંત્રી શ્રી હેમેન્દ્રભાઈ મજીઠિયાએ ફોન દ્વારા શુભેચ્છા પાઠવી.

આભાર

સમિતિના સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવા ચાર મહિના સુધી સખત મહેનત કરી. સંસ્થાનો આ પોતીકો મેગા-હિટ કાર્યક્રમ હોવાથી સમિતિ સૌનો આભાર સ્વીકારે છે.

અધ્યક્ષા
શ્રીમતી ભાવિબેન તડવાડી
અધ્યક્ષ
શ્રી હેમંતભાઈ રાયપુરા